જલાલપોરના વિરલનગર પાસેથી રિક્ષામાં બેસી ગાંજાનું સેવન અને વેચાણ કરતા બે ઇસમોને જલાલપોર પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી 22 ગ્રામ ગાંજા સાથે કબજે કર્યો હતો. આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીને વિજલપોર વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ જલાલપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ NDPS (માદક દ્રવ્ય વિરોધી) એક્ટ હેઠળના ગુનાઓ શોધી કાઢી નશાકારક પ્રવૃત્તિઓને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતો. તે વખતે બાતમી મળી હતી કે, વિરલનગરમાં ખુલ્લા કોમન પ્લોટપાસે કેટલાક શખ્સો લીલા રંગની અતુલ કંપનીની CNGરીક્ષામાં નશાકારક ગાંજાનું વેચાણ કરતા ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ભદોરીયા (ઉ.વ.42, રહે. આનંદનગર, તેલીયા મીલ પાછળ, વિજલપોર, મૂળ રહે. સોનેકા પુરા ગામ, તા. બર્થના, થાણા-સેસો, જિ. ઇટાવા, ઉત્તર પ્રદેશ) અને મનોજભાઈ બાબુલાલ પટેલ (ઉ.વ. 50, રહે. પુણેશ્વર, ઘર નં. 1730, પાર્વતીનગર, તા. જલાલપોર)ને ઝડપી પાડયા હતાં. આ ગુનામાં જલાલપોર પોલીસે વધુ એક આરોપી કલ્પેશ કેશવચંદ્ર પગાલ (ઉ.વ.37, રહે. સુમિત્રાનગર, વિજલપોર, નવસારી. મૂળ રહે. ઓડીસા)ને તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
