ગણદેવી : ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને કૃગિ ક્ષેત્રના વિકાસના હેતુથી અમલી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજનાના 24માં હપ્તા પેટે દેશભરના ખેડુતોના ખાતામાં કરોડોનો સહાય ડી.બી.ટી. મારફતે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. જે અંતર્ગત નવસારી જિલ્લાના 1.30 ખેડુતોના ખાતામાં રકમ જમા થઈ હતી. આ પ્રસંગે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધનોરી સહકારી મંડળી ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કુલ 1,930 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત ખેડૂતોએ વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ સૌ ખેડુતોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય મનોજભાઈ, મીનલબેન ધનોરી ગામના ઉપસરપંચ સાગરભાઈ પટેલ, દેસાઈ, ધનોરી સહકારી મંડળીના ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ તથા મંડળીના મેનેજર બિપિનભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો