નવસારીના શાંતાદેવી વિસ્તારના જય સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં જાંબાજ પાયલોટ સ્મિત મચ્છરની ઝડપથી સ્વસ્થ થવાની કામના માટે હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા. શનિવારે હનુમાનજીના પવિત્ર દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રહીશોએ એકત્ર થઈને ગુજરાતનું ગૌરવ સમાન એવા જાંબાજ પાયલોટ સ્મિત મચ્છરની ઝડપથી સ્વસ્થ થાય તે માટે શ્રી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
જ્યારે પાયલોટ સ્મિત મચ્છાર મુસાફરોને લઈને આકાશમાં ઉડાન ભરી રહ્યા હતા, તે દરમિયાન સહ-પાયલોટે તેમના ઉપર અણધાર્યો હુમલો થયો હતો. આવી ગંભીર અને કટોકટીની ક્ષણે પણ સ્મિત મચ્છારે માનસિક સંયમ જાળવી રાખી હનુમાન ચાલીસાનું સ્મરણ શરૂ કરી દીધું હતું. આવા અતિ સંવેદનશીલ સમયે તેમણે પોતાની અદ્ભુત શક્તિ અને સમયસૂચકતાથી એક એવો મહાન નિર્ણય લીધો, જેના કારણે એક મોટી આસમાની દુર્ઘટના ટળી ગઈ હતી. આ અદ્ભુત સાહસના પરિણામે તેમણે કુલ 174 પરિવારોની રક્ષા કરી હતી અને અંદાજે 194 વ્યક્તિઓના અમૂલ્ય પ્રાણ બચાવ્યા હતા.
