નસવાડી : નસવાડી ગામે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે ગુરુવારે રક્ષાબંધનની ઉજવણી કરાઇ હતી. જેમાં બ્રહ્માકુમારી કેન્દ્રના મંજુલાબેને ઉપસ્થિત ભાઈઓને રાખડી બાંધી શુભેચ્છા પાઠવી હતી. જેપ્રસંગે બ્રહ્માકુમારી મંજુલાબેને જણાવ્યું હતું કે રક્ષાબંધન માત્ર હાથ પર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ પવિત્રતા, પ્રેમ, સદભાવના અને સારા સંકલ્પો સાથે જીવનને જોડવાનો પવિત્ર દિવસ છે. રાખડીનો પવિત્ર દોરો ભાઈ-બહેનના સંબંધમાં રહેલા નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણીનું પ્રતીક છે. સાથે જ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં નકારાત્મક વિચારો અને ખરાબ આદતોથી પોતાનું રક્ષણ કરી સદગુણો અને આધ્યાત્મિક મૂલ્યોને અપનાવવાનો સંકલ્પ કરવો જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો