નવસારી નેશનલ હાઇવે પર આવેલ વેસ્માનો આરક સિસોદ્રા કટ ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. શનિવારની રાત્રિના સુમારે આ કુખ્યાત 'ડેથ ટ્રેપ' સમાન કટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને ઓટો રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો નવસારીના રિક્ષાચાલક ગોવિંદ શિવહરે (ઉવ.42 રહે. ઘેલખડી) શનિવારની રાત્રિના નવ વગ્યાના અરસામાં એક મહિલા મુસાફરને બેસાડી હાઈવેના વેસ્મા નજીકના આરક સિસોદ્રા પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે વખતે ભયજનક કટ પર પૂરઝડપે આવી રહેલી કાર (MH-15-HG-1399)ના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા રિક્ષાચાલક ગોવિંદને સ્થાનિકો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યારે આ અકસ્માતમાં રિક્ષામાં પાછળ બેસેલ મહિલા મુસાફરનો ચમત્કારી બચાવ થયો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો કાફ્લો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે નવસારી રૂરલ પોલીસે અકસ્માતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો