નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષના સરેરાશ આંકડા લઈએ તો ચોમાસાની સિઝનનો કુલ વરસાદ સરેરાશ 2317 મિ.મિ. એટલે કે 94.84 ટકા વરસાદ નોંધાયેલો છે. જેની સામે માત્ર જુલાઈના એક જ મહિનામાંજ 83.92 ટકા વરસાદ વરસ્યો છે.

આ વર્ષે ચોમાસુ મોડે શરૂ થયું હતું. જેમાં જૂન 30 તારીખ સુધીમાં જિલ્લાનો કુલ સરેરાશ વરસાદની ટકાવારીમાં આંકડો જોઈએ તો માત્ર દોઢ ઈંચ જેટલો સામાન્ય વરસાદ વરસ્યો હતો. માત્ર જુલાઈના એક જ મહિનામાં સીઝનના કુલ સરેરાશ વરસાદ 94.84 ટકાની સામે 83.92 ટકા વરસાદ વરસતા ચાર મહિનાના ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ વરસાદ પૈકી 90 ટકા વરસાદ તો જુલાઈ મહિનામાં પડયો છે.

જોકે જુલાઈ મહિનાની શરૂઆતથી જ નવસારી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી અને એક જ મહિનામાં જિલ્લામાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે. આ મહિનામાં નવસારી શહેર અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોએ આકાશી આફ્ત અને લોકમાતા નદીઓના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પૂરનો સામનો કર્યો હતો.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા જોઈએ તો આખા ચોમાસાની સિઝનના નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા ટકાવારી મુજબ નવસારી તાલુકામાં 2355 મિ.મિ. (94.20 ઈંચ), જલાલપોર તાલુકામાં 1987 મિ.મિ. (79.48 ઈંચ) ગણદેવી તાલુકામાં 2085 મિ.મિ. (83.40 ઈંચ), ચીખલી તાલુકામાં 2232 (89.28 ઈંચ), વાંસદા તાલુકામાં 2272 મિ.મિ. (90.88 ઇંચ) અને ખેરગામ તાલુકામાં 2969 મિ.મિ. (119.76 ઈંચ) વરસાદ સત્તાવાર નોંધાયેલો છે. જયારે ચાલુ વર્ષના ચોમાસામાં જૂન મહિનામાં સામાન્ય વરસાદ બાદ જુલાઈની 1 તારીખથી 31 જુલાઈ સુધીના એક જ મહિનામાં જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં નવસારી તાલુકામાં 1843 મિ.મિ. 73.72 ઈંચ, જલાલપોર તાલુકામાં 1646 મિ.મિ. 65.84 ઈંચ, ગણદેવી તાલુકામાં 1851 મિ.મિ. 74.40 ઈંચ, ચીખલી તાલુકામાં 2256મિ.મિ. 90.24 ઈંચ, વાંસદા તાલુકામાં 2282 મિ.મિ. (91.28 ઈંચ) અને ખેરગામ તાલુકામાં 2474 મિ.મિ. (98.96 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ જોતા માત્ર જુલાઈના એક જ મહિનામાં સીઝનના કુલ સરેરાશ વરસાદ 94.84 ટકાની સામે 83.92 ટકા વરસાદ વરસતા ચાર મહિનાના ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ વરસાદ પૈકી 90 ટકા વરસાદ તો જુલાઈ મહિનામાં પડયો છે. હજુ ચોમાસાના બે મહિના બાકી છે ત્યારે આ વર્ષનો વરસાદ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરે તેવી શક્યતા છે.જુલાઈ મહિનાની આ મેઘાવી સવારીએ જિલ્લાના જળાશયો અને ખેતરોને પાણીથી તરબોળ કરી દીધા હતા. ખાસ કરીને ખેરગામ તાલુકામાં સૌથી વધુ 98.96 ઈંચ અને વાંસદામાં 91.28 ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો હતો.

હજુ ચોમાસાના મહત્વના બે મહિના (ઓગસ્ટ અને સપ્ટેમ્બર) બાકી છે, ત્યારે અત્યારથી જ આટલો પ્રચંડ વરસાદ વરસી જતાં આ વર્ષે નવસારી જિલ્લામાં વરસાદના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત થઈ જાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો