નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ પાસે આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સણવલ્લા અને ટાંકલ વચ્ચે બની રહેલા નવા હાઈવે પર સરૈયા ફાંટા પાસે માર્ગ-મકાન વિભાગની ઘોર બેદરકારીને કારણે એક ટ્રક કાર ઉપર પલટી ગઈ હતી. સદનસીબે આ ભીષણ અકસ્માતમાં સુરતના કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે.

સ્પીડ બ્રેકર બચાવવા જતાં ટ્રકે કારને કચડી

ઘટનાની વિગત મુજબ, હાઈવે પર સ્પીડ બ્રેકર બનાવવાનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. આ અધૂરા સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે ગતિમાં અવરોધ ન આવે તે માટે એક ટ્રક ચાલકે પોતાની ટ્રક વિરુદ્ધ દિશામાં (રોંગ સાઈડ) હંકારી હતી. આ દરમિયાન સામેથી પોતાના નિયમિત ટ્રેક પર આવી રહેલી સુરત પાસિંગની કારને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક સીધી કારની ઉપર પલટી મારી ગઈ હતી.

ટ્રક કાર પર પલટી છતાં ચાલક સુરક્ષિત

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માર્ગ-મકાન વિભાગ દ્વારા અધૂરા છોડાયેલા સ્પીડ બ્રેકરને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેના કારણે જ આ અકસ્માત સર્જાયો છે. જો તંત્રએ સમયસર કામ પૂર્ણ કર્યું હોત અથવા યોગ્ય સાઈન બોર્ડ લગાવ્યા હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.

આ પણ વાંચો: Local Body Elections 2026: મેઘરજ કોંગ્રેસમાં ફરી ગાબડું, 70 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો