જલાલપોર તાલુકાના આસણા ગામે આવેલા આસણા મસ્જિદ ટ્રસ્ટના વહીવટને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અનિયમિતતાઓને અંતે આજે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અગાઉના ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટના સંચાલનમાં મોટાપાયે ગેરવહીવટ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર ફરિયાદો ગુજરાત રાજ્ય વક્ફ્ બોર્ડ સમક્ષ કરવામાં આવી હતી.આ ફરિયાદોને ધ્યાને લઈને વક્ફ્ બોર્ડે કડક પગલાં લેતાં ટ્રસ્ટના સંચાલન અને સુચારુ વહીવટ માટે સુફ્યિાન બશીરુલહક દેગીયાની સત્તાવાર રીતે વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી.વક્ફ્ બોર્ડ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી અને માર્ગદર્શિકા મુજબ, ટ્રસ્ટની નવી કારોબારી સમિતિની રચના કરવા માટે આજે કાયદેસરની ચૂંટણી અને વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આસણા ગામે આવેલા મદ્રેસાના સહનમાં ટ્રસ્ટીઓની નિમણૂક અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા વહીવટદાર સુફ્યિાન બશીરુલહક દેગીયાની વિશેષ અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ગામના અગ્રણીઓ અને સંબંધિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆતમાં અગાઉના વહીવટી પ્રશ્નો અને ટ્રસ્ટની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વસંમતિથી ટ્રસ્ટના નવા હોદ્દેદારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં કોઈ પણ પ્રકારના વિવાદ વગર તમામ હોદ્દેદારોની બિનહરીફ્ વરણી કરવામાં આવી હતી.
