નવસારી જિલ્લાના બીલીમોરા નજીક આવેલા ખાપરવાડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોડી સાંજે થયેલા નજીવા ઝઘડાએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક યુવકને કાર નીચે કચડીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.
યુવકને કાર નીચે કચડીને હત્યા
મળતી માહિતી મુજબ, બીલીમોરા શહેર નજીક આવેલા ખાપરવાડાના આહીરવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આ ઘટના બની હતી. મૃતક યુવક ગ્રાઉન્ડ પર બેઠો હતો ત્યારે એક બુટલેગર કાર ચાલકે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની કાર યુવક પર ચડાવી દીધી હતી. ઝઘડાનો ખાર રાખીને કારચાલકે એટલી નિર્મમતાથી યુવકને કચડ્યો હતો કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.










