જલાલપોર તાલુકાના વેસ્મા નજીક સંદલપોર ગામ પાસે કાકરાપાર ઉભરાટ મુખ્ય કેનાલની બોરોપિટ


તરીકે ઓળખાતી કરોડોની સરકારી જમીન પર થયેલા કથિત ગેરકાયદેસર દબાણો સામે સિંચાઈ વિભાગની

કાર્યવાહી પ્રશ્નચિહન હેઠળ આવી છે. કાયદાકીય નોટિસ અપાયા બાદ પણ દબાણો

યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જલાલપોર તાલુકાના વેસ્માનજીક સંદલપોર ગામ પાસે આવેલા નવા સર્વે નંબર 181 નજીક કાકરાપાર

ઉભરાટ મુખ્ય કેનાલની બોરોપિટ તરીકે ઓળખાતી સિંચાઈ વિભાગની કિંમતી સરકારી જમીન પર કથિત

ગેરકાયદેસર દબાણોનો મુદ્દો ફરિ ચર્ચામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ 'અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ' દ્વારા આ જમીન પર પાઇપલાઇન સહિતનાં દબાણો ઊભા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું

છે. ઉલ્લેખનીય છે કે, આ જમીન કેનાલના રક્ષણ, સમારકામ અને ભવિષ્યના વિકાસ માટે મહત્ત્વની માનવામાં આવે છે. દબાણોના કારણે કેનાલની સુરક્ષા સામે

પણ જોખમ ઊભું થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મામલો સિંચાઈ વિભાગની વેસ્મા કચેરીના

ધ્યાને આવતા વિભાગે દબાણકર્તાઓને કાયદાકીય નોટિસ ફટકારી હતી. નોટિસમાં નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ

દૂર નહીં કરવામાં આવે તો વિભાગ દ્વારા સ્વખર્ચે દબાણ હટાવી તેનો ખર્ચ વસૂલવાની તેમજ

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જોકે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણો

યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. નોટિસ બાદ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત

કે આગળની કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. કરોડોની સરકારી જમીન પર કબજાના આક્ષેપો

વચ્ચે હવે તંત્રની ભૂમિકા ચર્ચાનો વિષય બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: