નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઊંડાચ ગામે આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમાં એક વિચિત્ર ચોરીની ઘટના બની છે, જ્યાં એક શખ્સે શિવલિંગની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ અને આશ્ચર્ય ફેલાયું છે.
ગણદેવીમાં ભગવાન પણ સુરક્ષિત નથી
ચોરીની સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજ મુજબ, એક અજાણ્યો શખ્સ રાત્રિના સમયે મંદિર પરિસરમાં પ્રવેશ કરે છે. ચોરી કરતા પહેલા આ શખ્સે જે કૃત્ય કર્યું તે ખૂબ જ આશ્ચર્યજનક છે.સૌ પ્રથમ, તેણે મંદિરમાં પ્રવેશ કરીને ત્રણ વખત ઘંટ વગાડ્યો હતો. ત્યારબાદ તેણે ભગવાન મહાદેવને સાષ્ટાંગ પ્રણામ પણ કર્યા હતા. ભક્તિભાવ દર્શાવ્યા બાદ, આ શખ્સે પીપળાના વૃક્ષ નીચે રાખવામાં આવેલું શિવલિંગ ઉપાડ્યું અને તેને લઈને કારમાં બેસીને રફુચક્કર થઈ ગયો હતો. તે કારમાં શિવલિંગ લઈને જતો કેમેરામાં સ્પષ્ટ દેખાય છે.










