નવસારીના ધારાગીરી ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર પૂર્ણા નદીના પુલ પરથી ખાબકેલી ટ્રકને આખરે બે દિવસ બાદ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. આ કામગીરી દરમિયાન હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતા પોલીસ અને વાહનચાલકોની કસોટી થઈ હતી.


નદીમાં ખાબકેલી ટ્રક ક્રેનની મદદથી કાઢી

ગત 17મી ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા એક કન્ટેનર ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક સર્વિસ રોડ પરથી સીધી પૂર્ણા નદીમાં ખાબકી હતી. સદનસીબે, નવસારી ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની ત્વરિત મદદને કારણે ટ્રક ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો અને તેમને સામાન્ય ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા હતા.

રેસ્ક્યુ ઓપરેશન અને ટ્રાફિકની સ્થિતિ

આજે જ્યારે નદીમાંથી મહાકાય ટ્રકને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે સુરક્ષાના ભાગરૂપે હાઈવે પર ભારે વાહનોની અવરજવર અટકાવવી પડી હતી.હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરો કલાકો સુધી અટવાયા હતા.ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસે અમદાવાદથી મુંબઈ તરફ જતા વાહનોને અન્ય માર્ગો પર ડાયવર્ટ કર્યા હતા. નવસારી પોલીસની ટીમે સ્થળ પર હાજર રહીને વાહનવ્યવહારને સુચારુ બનાવવાના સતત પ્રયાસો કર્યા હતા.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 



  • Follow us on: