સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વિકાસ યોજનાના ભાગરૂપે શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશને લઈને સ્થાનિક વેપારીઓ અને દબાણ પીડિતોમાં ભારે રોષ ફેલાયો છે. આ દબાણ વિરોધી કાર્યવાહીના વિરોધમાં અને અસરગ્રસ્તોના સમર્થનમાં આજે અંબાજીના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા.
અંબાજીમાં દબાણ હટાવ ઝુંબેશ સામે રોષ
મળતી માહિતી મુજબ, દબાણ હટાવવાની કામગીરીથી જે વેપારીઓ અને રહેવાસીઓને અસર થઈ છે, તે દબાણ પીડિતોએ ગઈકાલે રાત્રે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સર્વસંમતિથી આજે અંબાજી બંધના એલાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.










