પાદરા : પાદરાના ગોવિંદપુરા જકાતનાકા વિસ્તારમાં આવેલા શ્રી ક્ષત્રિય (ખત્રી) મહારાજ મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કારતક સુદ પાંચમના પવિત્ર અવસરે સાંજે 5 વાગ્યે અન્નકૂટ દર્શનનો પ્રારંભ થયો હતો. જ્યારે 5:30 કલાકે 108 દીવાની ભવ્ય આરતી ઉતારાઇ હતી. આરતીના પવિત્ર પ્રસંગે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ઉદ્યોગપતિ હિતેશ પટેલ (મારુતિ સિરામિક), પૂર્વ નગરપાલિકા પ્રમુખ પરેશ ગાંધી સહિત મંદિરના ટ્રસ્ટીઓ ચંદુભાઈ પટેલ, ઘનશ્યામ પટેલ, મનહર પટેલ, મગન પટેલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
