પાદરા : પાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા 26 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ લાભ પાંચમના પવિત્ર દિવસે ભગવાનને વિવિધ વાનગીનો ભવ્ય અન્નકૂટ ધરાવ્યો હતો. આ નિમિત્તે મંદિર ખાતે ધાર્મિક અને ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમનો પ્રારંભ સવારે 5:30 કલાકે વૈદિક મહાપૂજાથી કરાયો હતો, જેમાં 450થી વધુ હરિભક્તો જોડાયા હતા. સાંજે ભગવાનને 500થી વધુ પ્રકારની મિષ્ટાન્ન અને ફરસાણની વાનગીનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરાયો હતો. જેના દર્શનનો લાભ લેવા પાદરા શહેર સહિત આસપાસનાં ગામોમાંથી હરિભક્તો ઊમટયા હતા. જે પ્રસંગે અટલાદરા મંદિરના પૂ. કોઠારી ભાગ્યસેતુ સ્વામી તેમજ પાદરા તાલુકામાં વિચરણ કરી રહેલા પૂ. આદર્શ તિલક સ્વામી અને પૂ. શ્રીજીવંદન સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂ. સંતોએ હરિભક્તોને આશીર્વચન પાઠવી ધર્મ અને ભક્તિના માર્ગે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. અન્નકૂટ દર્શન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું,

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો