પાદરા : પાદરા શ્રી ગાયત્રી પરિવાર દ્વારા લાભ પાંચમના પવિત્ર અવસરે મા ગાયત્રીને ભવ્ય અન્નકૂટ ધરાવ્યો હતો. જે નિમિત્તે ધાર્મિક કાર્યક્રમાં પ.પૂ. ગુરુદેવ અને વંદનીય માતાજીના સૂક્ષ્મ આશીર્વાદ સાથે વિશ્વવંદનીય વેદમાતા મા ગાયત્રી સમક્ષ વિવિધ પ્રકારની વાનગીનો અન્નકૂટ અર્પણ ધરાયો હતો. જે પ્રસંગે મા ગાયત્રીની આરતી ઉતારાઇ હતી. ભક્તો માટે અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ધાર્મિક માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પાદરા શહેર તથા આસપાસના વિસ્તારના ભક્તોએ મા ગાયત્રીનાં દર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો