સાંઢા : પાદરા તાલુકાના સાંઢા ગામમાંથી માઈ ભકતો દર વર્ષે લાભપાંચમના દિવસે ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિરે પગપાળા સંઘ જતો હોય છે. ત્યારે લાભ પાંચમે ગામના ચામુંડા માતાજીના મંદિરમાં પૂજા વિધિ કર્યા બાદ વેરાઈ માતાજીના મંદિરે તેમજ ભાથુજી મહારાજના મંદિરેથી હુકમ લયને સવારે 10 કલાકે પગપાળા સંઘ સાંઢા ગામના પાદરમાંથી ચોટીલા જવા રવાના થયો હતો. 21 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે સાંઢા ગામના ચામુંડા માતાજીના મંદિરેથી માઈભક્તો ધજા સાથે જય ચામુંડાના નારા તેમજ ડીજે ભક્તિભર્યા ગીતો સાથે સંઘ રવાના થયો હતો. સંઘમાં તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર તેમજ સાંઢા ગામના સરપંચ રતિલાલ ગોહિલ તેમજ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા.
