સંત રામપાલજી મહારાજની પ્રેરણાથી સમગ્ર દેશમાં ચાલતી અન્નપૂર્ણા મુહિમ અંતર્ગત તા. 9-1-26ના રોજ સવારે 11 વાગ્યે વડોદરા પાદરા નજીક લક્ષ્મીપુરા ગામમાં એક જરૂરતમંદ પરિવારને નવું પાકું મકાન સુદામાનો મહેલ અર્પણ કરાયો હતો.
આ પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી તથા તેમનું જુનું ઘર જર્જરિત હાલતમાં હોવાથી કોઈ પણ સમયે જોખમ સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી. સંત રામપાલજી મહારાજના આદેશ અનુસાર તેમના અનુયાયીઓએ આ પરિવાર માટે નવું મકાન તૈયાર કરી આપ્યું હતું. મકાન નિર્માણનો સમગ્ર ખર્ચ સંત રામપાલજી દ્વારા ઉઠાવ્યો હતો, જ્યારે તેમના શિષ્યો દ્વારા નિસ્વાર્થ શ્રમદાન અપાયું હતું.અન્નપૂર્ણા મુહિમની શરૂઆત 21 માર્ચ 2025થી કરાઇ હતી. આ મુહિમનો નારો છે.રોટી કપડા શિક્ષા ચિકિત્સા ઔર મકાન, હર જરૂરતમંદ કો દે રહા હૈ કબીર ભગવાન. આ અભિયાન અંતર્ગત જરૂરતમંદ પરિવારોને રોટી, કપડા, શિક્ષા, ચિકિત્સા તથા મકાન જેવી મૂળભૂત સુવિધા પૂરી પડાય છે. જેનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે.










