પાદરા ઝેન સ્કૂલ દ્વારા ગતરોજ રાત્રે આફ્ટર નવરાત્રીની ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. પરંપરા, સંસ્કાર, વિજ્ઞાન અને સ્વાવલંબનના સમન્વય સાથે ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ ઉજાગર કરવાની સાથે બાળકોના સર્વાંગી વિકાસનો સંદેશ અપાયો હતો.ઝેન સ્કૂલનાં શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું કે નવરાત્રિ માત્ર ઉત્સવ નથી, પરંતુ શક્તિ, સમર્પણ, સંસ્કાર અને સકારાત્મક ઊર્જાની આરાધના છે. ગરબો માત્ર નૃત્ય નહીં, પરંતુ લય, ગતિ, ઊર્જા અને સામૂહિક એકતાનું પ્રતીક છે. ગરબાના વર્તુળાકાર નૃત્ય દ્વારા પરસ્પર જોડાણ, સતત ગતિ અને સામૂહિક શક્તિનો સંદેશ મળે છે. પરંપરા અને વિજ્ઞાનના આ સમન્વયથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, સમજણ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો ઉદ્દેશ રખાયો હતો. ઉત્સવનું વિશેષ આકર્ષણ વિદ્યાર્થી દ્વારા ઊભા કરેલ વિવિધ સ્ટોલ રહ્યા હતા. બાળકોમાં આર્થિક સ્વાવલંબન, વ્યવહારુ જ્ઞાન, જવાબદારી અને આત્મવિશ્વાસ કેળવાય તે હેતુથી આ પહેલ કરાઇ હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ આત્મનિર્ભર બનવાની પ્રેરણા અપાઇ હતી. કાર્યક્રમની સફ્ળતા બદલ શાળાના ચેરમેન કિરણ વૈદ્ય, મેનેજિંગ ટ્રસ્ટી ધ્રુવ વૈદ્ય, ટ્રસ્ટી વશિષ્ઠ વૈદ્ય અને મેઘ વૈદ્ય સહિત સમગ્ર ઝેન પરિવાર તથા કાર્યક્રમમાં અથાગ પરિશ્રમ કરનાર કર્મચારીઓના યોગદાનની સરાહના કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો