17
પાદરા એસ.ટી. ડેપો પરિસર ખાતે ONGC દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ONGCના ચીફ્ મેનેજર (HR/CSR) બિન્દુ પ્રશાદ નાયર, સીનિયર HR એક્ઝિ. જીતેન્દ્ર લાલવાની, સીનિયર HR એક્ઝિ.જસમીતસિંગ તેમજ પાદરા એસટી ડેપો મેનેજર અને ATI ઉપસ્થિતરહ્યા હતા. તેઓની હાજરીમાં પાદરા ડેપોના પ્રીમાઈસીસ ખાતે આવેલ દીવાલો પર સ્વચ્છતા અંગે સંદેશ આપતા આકર્ષક ભીંત ચિત્રો દોરાયા હતા. આ ચિત્રો દ્વારા ડેપો ખાતેથી પસારથતા હજારો મુસાફરો અને એસટી સ્ટાફ્ને જાહેર સ્થળ પર સ્વચ્છતા જાળવવા, પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત અને જાગરૂક કરાયા હતા.ONGC અને એસ.ટી. નિગમ સાબરમતી -ગાંધી જયંતીએ સરાહનીય પહેલથી ડેપોની સુંદરતામાં વધારો થવાની સાથે મુસાફરોમાં સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક સંદેશ પહોંચશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
