પાદરામાં વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય અને કારકિર્દી માટે ગીતાંજલી વિદ્યાલયમાં *સંઘર્ષ સફ્ળતાનો* થીમ હેઠળ મોટિવેશનલ સેમિનાર યોજાયો હતો.


મુખ્ય વક્તા અશોક ગજ્જર (પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર) અને સહવકતા ધિરજ પૂજારા (વર્લ્ડ યંગેસ્ટ ઓરેકલ જાવા પ્રોગ્રામ ટ્રેનર) વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તણાવમુક્ત રીતે પરીક્ષા આપે તે માટે ઘરમાં પણ વાતાવરણ ઊભું થાય તે માટે વાલીઓને વિશેષ માર્ગદર્શન અપાયું હતું. તે સાથે ધો. 10 અને 12 પછી વિદ્યાર્થીઓના ભવિષ્યની કારકિર્દી માટે પણ માર્ગદર્શન અપાયું હતું.કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગર પાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ તથા પૂર્વ પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા સહિત ગીતાંજલી વિદ્યાલયના ટ્રસ્ટી જશભાઈ ગાંધી તથા સંચાલક હિરેન ગાંધી તથા કૃણાલ ગાંધી સહિત શાળાના પ્રિન્સીપાલ જયભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા. મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: