વડોદરાના અટલાદરા ખાતે ભરતનાટયમ એકેડેમી નટરાજન નૃત્યના વિદ્યાર્થીઓએ મુંબઈ ખાતે ANASS દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની નૃત્ય સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી એકેડેમીનું ગૌરવ વધાર્યું હતું.
તા. 14 ઓગસ્ટના રોજ યોજાયેલી સ્પર્ધામાં નટરાજન નૃત્યના કુલ 10 વિદ્યાર્થીઓ - યાહવી, હર્ષિશ્રી, ધ્યાના, અનુશ્રી, વાણી, સ્વરા, મિષ્ઠી, હિયા, વેદાંશી અને ઐશિનીએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. નટરાજન નૃત્યના પ્રથમ વર્ષના ગ્રૂપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ધ્યાના અને અનુશ્રીએ પ્રથમ સ્થાન, હર્ષિશ્રી અને યાહવીએ દ્વિતીય સ્થાન, જ્યારે ઐશિનીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તમામ નૃત્ય રચનાની કોરિયોગ્રાફી દ્રષ્ટિ પંચાલ દ્વારા કરાઇ હતી. તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને બેસ્ટ કોરિયોગ્રાફર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓની આ સફ્ળતા તેમના પરિશ્રમ, સમર્પણ અને સતત અભ્યાસનું પરિણામ છે. આ સિદ્ધિ બદલ એકેડેમી અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા છે.
