વડોદરા ગ્રામ્યના કરજણ ડિવિઝન હેઠળ આવતા પાદરા અને વડુ પોલીસ મથક હદ વિસ્તારમાં વિવિધ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો કોર્ટની મંજૂરી બાદ પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક આવેલી બંધ ખાનગી કંપનીના પરિસરમાં નાશ કરાયો હતો.
પાદરા અને વડુ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂ અને બીયરના જથ્થા પર બુલડોઝર ફેરવી કાયદેસરની કાર્યવાહી હેઠળ તેનો નિકાલ કરાયો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન વડોદરા ગ્રામ્યના એસ.ડી.એમ. એશ્વર્યા દુબે, કરજણ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પી. એન. પટેલ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ, તેમજ પાદરા અને વડુ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફ્ ઉપસ્થિત રહ્યા હતા. કરજણ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પી. એન. પટેલએ જણાવ્યું હતું કે, પાદરા અને વડુ પોલીસ સ્ટે. વિસ્તારમાં પ્રોહિ.ના વિવિધ ગુનામાં જપ્ત કરેલી આશરે 24 હજાર દારૂ અને બીયરની બોટલો, જેની અંદાજિત કિં. રૂા. 85 લાખ જેટલી થાય છે.
