પાલનપુર શહેરના વ્યસ્ત ગણાતા કોઝી રેલવે ઓવરબ્રિજ પર યુવક પોતાના મોટરસાયકલ પર તેલનો ડબ્બો લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેના હાથમાંથી તેલનો ડબ્બો નીચે પડી ગયો હતો. જેના લીધે ડબ્બો તુટી જતાં અંદર ભરેલું તમામ તેલ ઓવરબ્રિજ પર ફેલાઈ ગયું હતું. ઢોળાયેલા તેલના કારણે પાકો ડામરનો રોડ અત્યંત ચીકણો અને લપસણો બની ગયો હતો. બ્રિજ પર ઢોળાયેલું તેલ વળાંક અને ઢાળ પર હોવાના કારણે પાછળથી આવી રહેલા વાહન ચાલકો કંઈ સમજે તે પહેલા જ એક પછી એક એમ ૧૦ થી વધુ મોટરસાયકલ ચાલકો રોડ પર સ્લીપ ખાઈ ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો