પાલનપુર : રોટરી કલબ ઓફ અંબાજી (આર.આઈ.ડિસ્ટ્રિક્ટ – 3055) દ્વારા વર્ષ 2026-27 માટે નવી કારોબારી સમિતિના શપથવિધિ સમારોહનું ભવ્ય આયોજન આબુ હાઈવે સ્થિત સી.એન.સોની રોટરી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરીયન વિજય કે.મિશ્રાએ પ્રમુખ તરીકે તેમજ રોટરીયન વિક્રમ બી. વણઝારાએ સેક્રેટરી તરીકે નવી ટીમ સાથે હોદ્દાની જવાબદારી સંભાળી હતી. સમારોહમાં શક્તિ સેવા કેન્દ્રના ઉષા અગ્રવાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સહાયક ગર્વનર રોટરીયન ડૉ.પિનાકિન પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. શપથવિધિ અધિકારી તરીકે પી.ડી.જી. રોટરીયન જગદીશ બી. પટેલે નવી ટીમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. રોટરી કલબ ઓફ અંબાજીના વર્તમાન પ્રમુખ રોટરીયન સુનીલ એમ. અગ્રવાલ તથા સચિવ રોટરીયન વિજય એમ. મિશ્રા દ્વારા ઉપસ્થિત તમામ રોટરી સભ્યો, આમંત્રિત મહેમાનો અને અંબાજીના નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો