વડગામ તાલુકાના મોરીયા અને મુમનવાસ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે.જયારે ચારની હાલત ગંભીર છે.ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે લોકોનુ ટોળુ એકઠુ થઈ ગયુ હતુ.અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે મોરીયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.બનાવ અંગે ધનસિંહ અંદરસિંહ ડાભીએે ઈકો ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વડગામ તાલુકાના મુનવાસ અને મોરીયા વચ્ચે ઈકો કાર અને રીક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે.જ્યારે ચારની હાલત ગંભીર છે.બનાવ અંગે નોંધાયેલ ફરીયાદ અનુસાર વડગામ તાલુકાના અંધારીયા ગામના માધુસિંહ ડાભી ઓટો રીક્ષામાં મજુરોને મોરીયા ગામે મુકવા માટે લઈ જઈ રહ્યા હતા. તે વખતે પુરઝડપે આવી રહેલ ઈકો ગાડી નંબર જી.જે.08-અ.પી.0094ના ચાલક દશરથસિંહ રાવતસિંહ ચાવડાએ રીક્ષાને ટક્કર મારતાં રીક્ષાનો ખુરદો બોલી ગયો હતો. અને તેમાં સવાર ચાલક સહીત ચારના મોત નિપજ્યા છે.જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી.આથી અકસ્માતને પગલે લોકોનુ ટોળુ એકઠુ થઈ ગયેલ અને આ અંગે અંધારીયા ગામના ધનસિંહ અંદરસિંહ ડાભીને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયેલ અને જોયેલ તો રીક્ષાનો ખુરદો બોલી ગયેલ અને ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા.અને ચારને ગંભીર ઈજાઓ થઈ હતી.આથી પોલીસ દોડી આવી હતી.અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.અને બનાવ મામલે વડગામ પોલીસ મથકે ધનસીંહ અંદરસિંહ ડાભીએ ઈકો ચાલક દશરથસિંહ રાવતસિંહ ચાવડા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
