પાલનપુર આબુહાઈવે પર ઈકબાલગઢ નજીક ગંગાસાગર પાટીયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. જેમાં પોલીસે ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને એફએસએલની ટીમ દ્વારા આ અંગે ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. પાલનપુર આબુહાઈવે પર પાલનપુરથી આબુરોડ તરફ જઈ રહેલી ઈનોવા કારને સામેથી પુરઝડપે આવી રહેલ આઈસર ટ્રકને ડીવાઈડર કુદાવી અને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ સાત વ્યક્તિના મોત નિપજ્યા છે અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે. આ બાબતે અમીરગઢ પોલીસ મથકે મૃતક મહેન્દ્રભાઈ શંકરલાલ રાવળ રહે.વાટેરા, તા.પિંડવાડા, રાજસ્થાનવાળાના નાના ભાઈ કાંતીલાલ શંકરલાલ રાવળે અમીરગઢ પોલીસ મથકે ટ્રક ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર ઉપરોકત બનાવમાં ટ્રક ચાલકે પુરઝડપે આવી અને ટક્કર મારી હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમાં સાત વ્યક્તિઓના મોત બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉપરાંત ગમખ્વાર અકસ્માતની તપાસ બાબતે પોલીસે એફએસએલની ટીમ બોલાવી છે અને આ અકસ્માત બાબતે ટ્રક અને ઈનોવા કારની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અકસ્માતનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા બે દર્દીઓને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા બે વ્યક્તિઓને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં એક બાળક અને દિપકસિંહ ગોપાલસિંહ રાજપુતનો સમાવેશ થાય છે.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી









