પ્રજાપતિ કેળવણી મંડળ(66 ગોળ) દ્વારા તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ અને સ્નેહમિલન સમારોહ પાલનપુર સ્થિત રાજીબા વિદ્યાસંકુલ ખાતે ભવ્ય અને ઉલ્લાસભેર વાતાવરણમાં યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયાના અધ્યક્ષસ્થાને તેમજ સિદ્ધપુરના એસ.ડી.એમ. અને પ્રાંત અધિકારી ચેતન એમ. પ્રજાપતિના મુખ્ય મહેમાનપદે સંપન્ન થયો હતો. સમારોહ દરમ્યાન રાજ્યસભા સાંસદ ગ્રાન્ટમાંથી જી.બી.પ્રજાપતિ પ્રાથમિક શાળાના પ્રથમ માળે નવનિર્મિત રૂમોનું ઉદ્ધાટન દિનેશ અનાવાડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોનું શાલ, સન્માનપત્ર અને મોમેન્ટો અર્પણ કરી ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ સુરેશભાઈ, ઉપપ્રમખુ ગુણવંતભાઈ, સમાજ પ્રમુખ કાન્તિભાઈ સામઢી, મંત્રી કાન્તિભાઈ, સહમંત્રી રમેશભાઈ સહિત મંડળની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, વિવિધ ઈનામ દાતાઓ, સમાજ અને મંડળના કારોબારી સભ્યો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
