પાલનપુર : પાલનપુર ખાતે ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સમાન એસન્ટ સ્કૂલ, પાલનપુર દ્વારા આયોજિત એસન્ટના ગરબા 2.0 મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનો માટે અવિસ્મરણીય બની રહ્યો. એસન્ટ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેશ ચૌધરીની ઉપસ્થિતિમાં 51વિદ્યાર્થીઓ તથા 500થી વધુ લોકોને સામૂહિક રીતે દેવ્યાપરાધક્ષમાપન સ્ત્રોતમ્નું પઠન કર્યું હતું. અંદાજે 10,000 થી વધુ લોકોની જંગ જનમેદની વચ્ચે બાળકો, યુવાનો અને વાલીઓએ મોડી રાત સુધી મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર વાતાવરણ ઉમંગ અને ઉર્જાથી છવાયેલું રહ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા બદલ એસન્ટ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર ગીરીશ મેવાડા દ્વારા એસન્ટ પરીવાર તથા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો