બનાસકાંઠા જિલ્લામાં જે વાહનોના રજીસ્ટ્રેશનની મુદ્દત પુરી થઈ જાય છે તેમને રી-પાર્સિંગ માટે આરટીઓ કચેરીમાં ફરીથી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફી ભરી અને તેની એપોઈન્ટમેન્ટ લઈ તપાસ કરાવવી પડે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આરટીઓ ખાતે આ બાબતે વાહન માલિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રીપાર્સિંગ માટે ફિ તો એક્સપેક્ટ થઈ જાય છે, પરંતુ એપોઈન્ટમેન્ટ આપવામાં આવતી નથી. આથી ઘણા સમયથી આ સમસ્યાને કારણે વાહન માલિકો હેરાન થઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાની આરટીઓ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી અધિકારીઓની મનમાનીની રાવ ઉઠી છે અને અહિં અધિકારીઓનું રાજ હોય તેમ તેઓ પોતાના નિયમો બનાવી અને અરજદારોને હેરાન કરી રહેવાની ભારે બુમરાણ ઉઠી છે. હાલમાં અહિં જે વાહનના રજીસ્ટ્રેશન પુરા થઈ ગયા છે તેને રીપાર્સિંગ કરાવવા માટે જે પ્રોસેસ છે તેમાં ફી એક્સેપ્ટ થઈ જાય છે. એપ્લિકેશન પણ એક્સેપ્ટ થઈ જાય છે પરંતુ અહિં એપોઈન્ટમેન્ટ આપવામાં આવતી નથી અને એપોઈન્ટમેન્ટ ન મળવાને કારણે જે વાહનોની મુદ્દત પુરું થવા આવી છે અથવા થઈ ગઈ છે. તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. આમ જો રજીસ્ટ્રેશન વગરના વાહન રસ્તા પર ફેરવી શકાય નહિ અને તે વાહન જ્યાં સુધી તેમનું રજીસ્ટ્રેશન પુનઃ ન થાય ત્યાં સુધી પડી રાખવું પડે છે. આમ વાહન ચાલોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતે આરટીઓ કચેરીના પી.આર.ઓના જણાવ્યા અનુસાર આ કામગીરી ખાનગી એજન્સીને સોંપવા માટેની ચાલી રહી છે. આથી હાલમાં એપોઈન્ટમેન્ટ આપવામાં આવતી નથી. આમ જ્યાં સુધી ખાનગી એજન્સીને એપોઈન્ટમેન્ટ માટે પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આરટીઓ કચેરીમાં આ કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ પરંતુ પાલનપુર આરટીઓ કચેરીના અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોવાની રાવ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર આરટીઓ કચેરીમાં લાયસન્સ માટે આવતા અરજદારો સગા-સબંધી કે મિત્રનું કોઈ થ્રીવ્હીલર વ્હીકલ લઈ આવે તો તે ચલાવવામાં આવતું નથી. તેમાં ખાસ કરીને રીક્ષા કે જે લાઈટ વ્હીલકના ઓપ્શનમાં આવે છે. આથી જે રીક્ષા લઈ અને ટેસ્ટ આપવામાં આવે છે. તેમની પાસે માલિકીનો પુરાવો અથવા તેમના પરીવારની રીક્ષા છે તેવું પુરવાર કરવું પડે છે. આમ જો તમે કોઈ મિત્રની અથવા સગા-સંબંધીની રીક્ષા લઈ આવે તો અહિં ચલાવવા દેવામાં આવતી નથી. જો કે આ બાબતે સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી પરંતુ આ મનમાની પાલનપુર આરટીઓ અધિકારીઓની છે. વળી હાલમાં જનરેટ થયેલી એ.આઈ સિસ્ટમ દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવે છે તેની બહાર જે કમ્પાઉન્ડ છે. તેને એટલી ઉંચી હાઈટના પતરા લગાવ્યા છે કે બહારથી કોઈપણ વ્યક્તિ જોઈ શકે નહિં. આમ અંદર એઆઈ દ્વારા ટેસ્ટિંગ લેવામાં આવે છે તેમાં ખરેખર સાચું થાય કે ખોટું થાય તે બહાર કોઈ જોઈ શકતું નથી અને અધિકારીઓની મનમાની છે તે પ્રમાણે ચાલતું હોવાની રાવ ઉઠી છે. આમ એઆઈ સિસ્ટમ લાગુ કર્યા બાદ તેને પારદર્શક રીતે જોઈ શકાય અને બહાર ઉભેલ અરજદારના સગા સંબંધી પણ જોઈ શકે તે માટે યા તો સ્ક્રિન મુકવી જોઈએ. પરંતુ અહિં હાલમાં 100 માંથી માંડ પાંચ સાત વ્યક્તિને જ લાયસન્સ માટે એપ્રુવ થતાં હોય છે ત્યારે આ બાબતે વ્યાપક ફરીયાદ ઉઠી છે તેથી બહારથી વ્યક્તિ જોઈ શકે તે પ્રમાણે આ ઉંચાઈ લગાવેલા પતરાની ઉંચાઈ ઘટાડવી જોઈએ તેવી માંગ ઉઠી છે.










