બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવોના સૂત્ર સાથે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરી રાજકીય શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રા દ્વારા લોકશાહી મૂલ્યોના રક્ષણનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
