પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવોના સૂત્ર સાથે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરી રાજકીય શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રા દ્વારા લોકશાહી મૂલ્યોના રક્ષણનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં ભાજપ દ્વારા આયોજિત પદયાત્રાનો પ્રારંભ પોલીસ હેડકવાર્ટર ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, સ્થાનિક ધારાસભ્યો તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો આ યાત્રામાં જોડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો