પાલનપુરમાં કારના શોરૂમમાં 1.58 લાખ ઉપરાંતની ચોરીની ફરીયાદ નોંધાઈ હતી. જે બાબતે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાંચ ચોરીનો ગુનો ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવીની તપાસ કરતા તેમાં જોવા મળેલ વ્યક્તિ અગાઉ મારૂતિનાં શોરૂમમાં ફર્નિચરના કામ માટે કારીગર તરીકે આવ્યો હતો અને તેણે નાણાંની જરૂરીયાત હોય તેણે આ ચોરી કરેલી તેને કબુલાત કરી હતી. પોલીસે ધનસીંગ હમીરસીંગ રાજપુત હાલ રહે.શેખલા, સાણંદ, અમદાવાદ મુળ રહે. પારો જસાઈ, તા.જી.બાડમેર, રાજસ્થાનવાળા તથા તેનો મિત્ર વિક્રમપુરી જગનપુરી ગૌસ્વામી રહે.કપુરાશી, તા.લખપત, જી.કચ્છ-ભુજ મુળ રહે.બાડમેર, રાજસ્થાનવાળાઓ અગાઉ તનુ મોટર્સ ખાતે ફર્નિચરનું કામ કરેલ હોય અને જગ્યા જોયેલ હોય આથી પોલીસે આ અંગે ધનસીંગ હમીરસીંગ રાજપુત ની અટકાયત કરી તેની પાસેથી મોટરસાયકલ તથા મોબાઈલ તથા ચોરી દરમ્યાન મેળવેલા રોકડ રકમ રૂા.48,500 એમ કુલ મળી રૂા.99,500 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં સંડોવાયેલો અન્ય આરોપી વિક્રમપુરી જગનપુરી ગૌસ્વામી હાલ અન્ય એક ગુનામાં ભુજ પાલારા જેલમાં બંધ છે. અને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેની સામે ભરૂચ, ભુજ, ડીસા અને રાજસ્થાનના પણ અગાઉ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

Modasaમાં પ્રેમ લગ્ન કરનાર યુવક પર હુમલો: ટાઉન પોલીસે આરોપીઓને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન









