પાલનપુર નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટનું કામ આમ તો નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરાવવાનું હોય છે અને તેમાં ઓછા ખર્ચે આ કામગીરી થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે નગરપાલિકાના શાસકોએ તેનો કોન્ટ્રાક્ટ ટેન્ડરથી આપી દીધો છે અને તેના કારણે હવે ખર્ચમાં ત્રણ ગણો વધારો થયો છે. આમ છતાં શહેરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. પાલનપુર નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા બાદ જાણે તેમને કટકી કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ કેટલાક સભ્યો તેમની જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહે છે. આમ છતાં આ બાબતે કોઈ સર્વે કરવામાં આવતો નથી કે તપાસ પણ કરવામાં આવતી નથી. જો કોઈ વ્યક્તિ ફરીયાદ કરે તો જ તેમની ફરીયાદ અંગે કાર્યવાહી કરવામાં આવે છે અને તે પણ જ્યારે મનમાં આવે ત્યારે તે કામ થાય છે. આમ પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં કામ જે નગરપાલિકા સંભાળતી હતી તે એજન્સીને આપવામાં આવ્યા બાદ હવે બગડી ગયું છે. તો બીજી તરફનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. સ્ટ્રીટ લાઈટનો તેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા એ જોર પકડી છે તેમાં વીજપોલ જે નાખવામાં આવ્યા છે તે હલકી ગુણવત્તાના હોવાના છે. ત્યારે આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે પગલાં લેવાય તેવી પણ માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો