પાલનપુર : બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. દિશા કમિટીની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સાંસદ સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરાઈ હતી.
