બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરના નવા માર્કેટયાર્ડમાં આવેલી બજાર સમિતિ પાલનપુરના સહકાર અંતર્ગત અકસ્માત સહાય યોજના તેમજ નવીન ફુવારા અપનાવેલ ખેડૂત સહાય યોજનાનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બજાર સમિતિના ચેરમેન શામળભાઈ ધરીયા, વા.ચેરમેન યશવંતભાઈ પટેલ, ડિરેક્ટરો ભુગભાઈ પટેલ, ફતાભાઈ ધરીયા, લાલજીભાઈ કરેણ, કાનજીભાઈ પટેલ, ડી.કે.રાણા, દિનેશભાઈ કુણિયા, બાબુભાઈ પટેલ, દિનેશભાઈ જુઆ, મહેશભાઈ લોહ, વિજયભાઈ પટેલ, મિતભાઈ મોદીના હસ્તે ખેડૂત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. બજાર સમિતિના સેક્રેટરી હેમુભાઈ લોહના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી અરવિંદભાઈ ખસોર, આંકડાશાસ્ત્રી ડોહજીભાઈ પટેલે આયોજનનું સફળ સંચાલન કર્યું હતું.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









