પાલનપુર શહેરમાં અવારનવાર દારૂડીયાઓ જાહેર રસ્તા પર ધમાલ મચાવતા હોય છે અને રસ્તા પર સુઈ જતા હોવાની ઘટનાઓ બને છે ત્યારે આજે વધુ એક ઘટના પાલનપુર નવા બસપોર્ટ આગળ બની હતી. જેમાં દારૂના નશામાં ચકચુર બનેલા યુવકે જાહેરમાં અપશબ્દો બોલી અને વાહનો રોડ તરફથી ફેંકી દીધા હતા. ત્યારે ટ્રાફિકજામ થયો હતો પરંતુ અહિં પોલીસની બેદરકારી બહાર આવી છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસવડા દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી લોક માંગ પ્રવર્તિ રહી છે. પાલનપુર શહેરમાં અવારનવાર દારૂડીયાઓ જાહેર રસ્તા પર ધમાલ મચાવતા હોય છે અને અપશબ્દો બોલી અને લોકો ક્ષોભજનકની લાગણી પ્રસરી જવા પામે તેવું વર્તન કરતા હોય છે ત્યારે આજે વધુ એક ઘટના પાલનપુર નવા બસપોર્ટ આગળ બની હતી જેમાં પાલનપુર બસપોર્ટ આગળ એક દારૂના નશામાં જાહેરમાં બેફામ શબ્દો બોલતા અને રસ્તા પર પડેલા વાહનોને ફેંકી દેતા લોકોમાં રોષ ભભુક્યો હતો તો બીજી તરફ જે વાહનોને રસ્તા પર ફેંકી દીધા હતા તેમાં નુકસાન પણ થયું હતું અને લોકોનું ટોળું એકત્ર થયું હતું. જો કે સમગ્ર ઘટના દરમ્યાન ક્યાંય પોલીસ જોવા મળી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના જ્યાં બની હતી તેની નજીકમાં જ પોલીસનો પોઈન્ટ આવેલો છે તેમજ બસપોર્ટમાં પણ પોલીસનો પોઈન્ટ આવેલું છે પરંતુ અહિં પોલીસની ગેરહાજરી જોવા મળી છે અને અહિં ટ્રાફિકજામની સમસ્યા વારંવાર થાય છે.
