પાલનપુર શહેરમાં આબુહાઈવે પર આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા કિરીટભાઈ રાજગોરના બંગ્લમાં મોડી રાત્રે નવેક વાગ્યાના સુમારે અચાનક આગ ભભુક્તા ઘરવખરી સહિતનું સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે સોસાયટીના રહીશોએ સર્તકતા દાખવતા વધુ નુકશાન અટક્યું.


પાલનપુર શહેરમાં આબુહાઈવે પર આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને રીયલ એસ્ટેટના વ્યવસાયમાં જોડાયેલા કિરીટભાઈ રાજગોર ગત તા.16 મીની રાત્રિના સુમારે તેમના પરિવાર સાથે બહાર નીકળ્યા હતા. તે દરમ્યાન તેમના ઘરમાં અચાનક આગ ફાટી હતી અને આગના કારણે તેમના ઘરમાં રહેલું ફર્નિચર અને ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાના પગલે સોસાયટીમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને બારીના કાચ તોડી નાખ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. તે દરમ્યાન પાલનપુર નગરપાલિકાની પણ ફાયર ફાઈટર આવી પહોંચી હતી અને મકાનમાં સંપૂર્ણપણે આગ કાબુમાં લેવામાં આવી હતી. મકાનમાં આગ લાગવાના કારણે બેઠક ખંડમાં રહેલું ફર્નિચર તેમજ ઘરની અંદરનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આમ અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે નુકશાન થયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: