આઈસીડીએસ કચેરી પાલનપુર ઘટક-1 દ્વારા જામપુરા પ્રાથમિક શાળા પાલનપુર ખાતે કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને પૂર્ણા યોજના વિશે માહિતી અપાઈ હતી. આયર્નની ગોળીનું મહત્વ, પુર્ણા શક્તિ પેકેટના ઉપયોગ અને તેના ફાયદા, તેમજ અંગત સ્વચ્છતા અને મેન્સ્ટુઅલ હાઈજીન વિષયક જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓનું બીએમઆઈ, વજન, ઉંચાઈ તેમજ હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ ઉત્તમ હિમોગ્લોબિન ધરાવતી અને સુંદર પતંગ સુશોભન કરનાર કિશોરીઓને પ્રથમ, દ્ધિતીય અને તૃતીય ઈનામ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સીડીપીઓ ડિમ્પલ પંચાલ, આઈસીડીએસના સુપરવાઈઝરો, પીએસઈ સ્ટાફ, એફએચડબલ્યુ, આરોગ્ય વિભાગના સુપરવાઈઝર, આઈસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: