પાલનપુર શહેરમાં હાલમાં રમજાન માસ ચાલી રહ્યો હોઈ તેમજ આગામી દિવસોમાં હોળી તેમજ ધુળેટીનું પર્વ આવી રહ્યું છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ લોકો સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના પી.આઈ. આર. બી. ગોહિલના નેતૃત્વમાં પોલીસ સ્ટાફનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો