પાલનપુરઃ પાલનપુર - અમદાવાદ હાઈવે પરથી બાતમીના આધારે એસબીપુરા પાટીયા પાસે પીકઅપ ડાલુ રોકતાં પ્લાસ્ટિકના કેરેટમાં જમરૂખ ભરેલા હતા પરંતુ કેરેટ ખસેડીને તપાસ કરતા નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીટરની બોટલો અને ટીન મળી આવ્યા હતા. પોલીસે પીકઅપ ડાલાના ચાલકની પુછપરછ કરતા શેઠુરામ ગોમારામ ગુર્જર (રહે. નરસીંગ બાસની, જી.નાગોર, રાજસ્થાન) અને તેની સાથે બેઠેલા પીન્ટુ ભેરૂરામ ગુર્જર (રહે.ગુર્જરોકા વાસ, જી.પાલી, રાજસ્થાનવાળા)ને ઝડપી લીધા હતા. પોલીસે ડાલાની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ 909 કિ.રૂા.3,81,305 મળી કુલ રૂ.8,96,305 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો