પાલનપુર શહેર પૂર્વ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન લક્ષ્મીપુરા ફાટક નજીક પચાસ કવાર્ટર રોડ પરથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સનેઝડપી પાડયો છે. પોલીસે દારૂ-બિયર અને વાહન સહિત કુલ રૂા.48,800 નો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન પોલીસ ટીમ પાલનપુરના લક્ષ્મીપુરા ફાટક નજીક પચાસ કવાર્ટર રોડ પર પહોંચી ત્યારે સામેથી એક શખ્સ પોતાના વાહન પર શંકાસ્પદ હાલતમાં આવતો દેખાયો હતો. પોલીસે વાહન અટકાવી તપાસ કરતાં જ્યુપીટર નં. જીજે 08 સીએ 6518 હોવાનું માલુમ પડયું હતું. વાહનચાલકની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ મોતીસીંગ શીવુસીંગ ચૌહાણ રહે.ગાયત્રીનગર, કંથેરીયા હનુમાન મંદિર પાસે, પાલનપુર મુળ રહે.કોઠાસણા, તા.સતલાસણા, જિ.મહેસાણાવાળા હોવાનું જણાવેલ અને જ્યુપીટરના આગળના ભાગે પડેલા થેલાની તલાસી લેતાં તેમાંથી પાસ-પરમીટ વગરનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ પર કિ.રૂા.8800 તથા જ્યુપીટર કિ.રૂા.40,000 એમ મળી કુલ કિ.રૂા.48,800 ના મુદ્દામાલ સાથે ઉપરોકત શખ્સને ઝડપી લઈ તેની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો