પાલનપુર : બાળ વિવાહ મુક્ત ભારત 100 દિવસીય કેમ્પેઈન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના સબંધિત અધિકારીઓ, વિવિધ વિભાગના પ્રતિનિધિઓ તેમજ પ્રયાસ સંસ્થાના પ્રતિનિધઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમ્યાન આ અભિયાન હેઠળ જિલ્લાભરમાં વધુમાં વધુ કાર્યક્રમોનું આયોજન થાય અને ખાસ કરીને શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં જનજાગૃતિના કાર્યક્રમો વેગવંતા બને તે બાબત પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શાળા કક્ષાએ શિક્ષકઓ તેમજ ગ્રામ્ય સ્તરે આંગણવાડી કાર્યકર બહેનો અને આશાવર્કર બહેનોના સક્રિય સહયોગથી વિવિધ જાગૃતલક્ષી કાર્યક્રમો યોજી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો