રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં છેલ્લા બે દિવસથી હાડ થીજવતી ઠંડીના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે અને માઉન્ટઆબુમાં ઠેર ઠેર બરફની ચાદર પથરાતા અહિં વાતાવરણ ઠંડુગાર બન્યું છે. માઉન્ટઆબુમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનના કારણે અહિં તાપમાનનો પારો માયનસ ડીગ્રીમાં પહોંચ્યો છે. ગતરોજ તાપમાન માયનસ 7.5 ડીગ્રીનો થયો હતો. ત્યારે આજે તાપમાનનો પારો ઉંચકાઈને માયનસ 4.5 ડીગ્રી નોંધાયો છે. આમ માઉન્ટઆબુમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. જોકે અહિં ઠંડીની મજા માણવા આવતા સહેલાણીઓ વહેલી સવારે પોલો ગ્રાઉન્ડમાં બરફની મજા માણી હતી ત્યારે માઉન્ટઆબુના સૌથી ઉંચા ગુરુશિખર પર તાપમાન માયનસ 6 ડીગ્રી નોંધાયું હતું. આમ માઉન્ટઆબુ કરતા ગુરુશિખર પર ઠંડીનું પ્રમાણ વધુ રહે છે.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી









