બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી ખનન માફીયા અને રોયલ્ટી ચોરી કરતા તત્વો પર રહેમ નજર હોય તેમ હવે કોઈ બાતમીદારો કે રજુઆત કરનારા લોકો દ્વારા સરકારના હિતમાં માહીતી આપતા અટકાવવા માટે લેખિતમાં રજુઆત કરવાનુ બહાનુ જણાવી અને બંધ કરવાની પેરવી રચી સરકારની તિજોરીને મોટુ નુકશાન થઈ રહ્યુ છે.અને ખનન માફીયાઓ બેફામ બન્યા છે.ત્યારે ગત રાત્રીના સુમારે છાપી પોલીસ મથકના પી.આઈ.પી.કે.પરમાર દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન માટી ભરેલા ત્રણ ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા.જે અંગે ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી તે વખતે ટ્રકની સાથે ન હોઈ પોલીસે ત્રણેય ટ્રક કબ્જે કર્યા હતા.અને પોલીસ મથકે લાવી મુકી દેવાયા હતા.પરંતુ બીજા દિવસે બપોરના સુમારે આખોય કેસ બદલાઈ ગયો અને ડ્રાઈવીંગ લાયસન્સ ન હોવા અંગે અને ઓવરલોડ બાબતે મેમો આપી ટ્રક છોડી દેવામાં આવ્યા. આમ જો મેમો જ આપવાના હોય તો રાત્રે જ આપી શકાયા હોત. પરંતુ આ મામલે બીજા દિવસે બપોરે રોયલ્ટી પાસ રજુ કર્યા હોવાનુ જણાવી મુક્ત કરવામાં આવ્યા. આમ નિયમો અનુસાર જે સમયે ખનીજ ભરીને વાહન નીકળે ત્યારે વાહનચાલકને રોયલ્ટી પાસ સાથે રાખવાનો હોય છે.જે રાત્રીના સમયે હાજર ન હતો.વળી આખી રાત વિતી ગયા બાદ બીજા દિવસે બપોરે રોયલ્ટી પાસ રજુ કર્યા હોવાથી વાહન મુક્ત કર્યા હોવાનુ પોલીસે જણાવ્યુ છે.પરંતુ કેસમાં રાત્રે પોલીસ મથકે ટ્રક લાવ્યા તેની કોઈ એન્ટ્રી સ્ટેશન ડાયરીમાં કરાઈ ન હતી.તે અંગે પોલીસ મથકના પી.એસ.ઓ.ને પુછતા માહીતી આપવામાં આવી હતી.વળી જે રોયલ્ટી પાસ રજુ કર્યા હતા. તે ક્યાંના અને કયા સમયના અને કયા વાહન નંબરના હતા.તે વિગત પણ તપાસ માંગી લે છે.અને જો આરટીઓનો મેમો બનાવી ટ્રક મુકત કર્યા હતા. તો રાત્રે જાણ ન કરી પણ બીજા દિવસેય કેમ જાણ ન કરી તે પણ તપાસ માંગે તેવી બાબત છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: