બનાસકાંઠા એસ.પી. તરીકેપ્રશાંત સુંબેએ ચાર્જ સંભાળ્યા બાદ દારૂ,જુગાર તેમજ ગાંજો સહીતની બદીને સદંતર બંધ કરવા માટે જિલ્લાના તમામ થાણાં અધિકારીઓને સુચના આપી હતી.


તેમજ અવારનવાર નાકાબંધી અને વાહન ચેકીંગ કાર્યવાહી કડક કરવા માટે જણાવ્યુ છે.ત્યારે થર્ટી ફર્સ્ટ દરમ્યાન જિલ્લામાં મહેફીલો યોજવા માટે દારૂની હેરાફેરી કરતા તત્વો સામે કાર્યવાહી માટે સુચના આપતા જીલ્લાની તમામ બોર્ડર વિસ્તારમાં પોલીસે ચેકીંગ કામગીરી વધારી દેતા બુટલેગરો અને અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન બાજુથી પરપ્રાંતિય દારૂની હેરાફેરી કરતા તત્વો યેનકેન પ્રકારે દારૂની હેરાફેરી કરી ગજરાતમાં દારૂ ઠાલવવાનો પ્રયાસ કરે છે.અને રોડ માગે કડકાઈ થતાં હવે રેલ્વેનો ઉપયોગ વધાર્યો હોવાનુ કહેવાય છે. હવે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમ્યાન કેટલાક તત્વો દારૂની મહેફીલ માણવા રાજસ્થાનમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે ચોર રસ્તેથી અથવા બોર્ડર પરથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે તેવી સંભાવનાને પગલે વાહન ચેકીંગ સઘન બનાવવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: