બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાત્રિના સમયે વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ડીસા સહિતના વિસ્તારોમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ઉખાડી મૂકેલી મગફ્ળી પલળી ગઈ છે. મોંઘા ખાતર, બિયારણ અને મહેનત બાદ સારા વળતરની આશા રાખી રહેલા ખેડૂતો માટે આ વરસાદ આફ્ત બની રહ્યો છે. અગાઉ બટાકાના પાકમાં નુકસાન સહન કરનારા ખેડૂતો હવે મગફ્ળીના પાકને બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. વધુ વરસાદ વરસશે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાત્રિના સમયે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: