પાલનપુર શહેરમાં હમણાં હમણાં રહેણાંક મકાનો તોડી અને કોઈપણ પ્રકારની મંજુરી વિના શોપીંગ સેન્ટર ઉભા કરી રૂપિયા રળવાની લ્હાયમાં નિયમો અને સરકારની ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.અને આવા બાંધકામ કરનારને રાજકીય ઓથ આપનારા ઈસમો પણ તેમના અંગત લાભ ખાતર શહેરમાં અવરજવરના રસ્તાઓમાં અડચણ કરવામાં મદદરૂપ બની શહેરની ઘોર ખોદી રહ્યા છે.તેમ છતા આ અંગે જિલ્લા કે તાલુકા કક્ષાના મોવડી મંડળના આગેવાનો કેમ ચુપકીદી સેવી અને શહેરની ઘોર ખોદવામાં પાપના ભાગીદાર બનતા હશે.તેવી લોક મુખે ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. પાલનપુર શહેરમાં જુના મકાનો તોડી અને તેની જગ્યાએ શોપીંગ સેન્ટર બનાવી અને રૂપિયા કમાવવાની તરકીબમાં શહેરની ઘોર ખોદી શહેરને બાનમાં લઈ રહ્યાની રાવ ઉઠી છે.શહેરના કોટ અંદરના વિસ્તારમાં આવેલા જુના મકાનો તોડી અને કોમર્શિયલ બાંધકામ કરનારાઓ સામે પાલિકા દ્વારા નોટીસ આપી છતા તેની ઉપરવટ જઈ અને રાજકીય હોદ્દાનો દુર ઉપયોગ કરી અને પોતાના અંગત લાભ ખાતર શહેરની ઘોર ખોદી અને રસ્તા બાનમાં લેવાયા હોવાના કારણે હવે આ રસ્તેથી વાહન પસાર કરવામાં મુશ્કેલી પડશે.જે મકાન તોડયા તેની માપણી કરતા વધુ માપની દુકાનો બની ગઈ અને તેની ઉપર છત એવી રીતે બહાર કાઢી કે રસ્તાની ઉપર બંને બાંધકામ વચ્ચે બે ફુટ જેટલીય જગ્યા બચી નથી.આમ જીડીસીઆર કે બિલ્ડીંગ બાયલોઝના ધજાગરા ઉડાવી અને ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હોવા છતા આવા બાંધકામ કરનાર સામે કાર્યવાહીના અભાવે હવે દેખા દેખીમાં ગેરકાયદે બાંધકામો વધ્યા છે.અને એક ગેરકાયદેસર બાંધકામ ન તુટે તો બીજાનુ ક્યાંથી તુટશે.તેમ માની અને હવે ગેરકાયદેસર બાંધકામનો રિવાજ બની ગયો હોય તેમ શહેરમાં બિનઅધિકૃત બાંધકામો વધ્યા છે.ત્યારે આ અંગે શહેરીજનોમાં નગરપાલીકાના શાસન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે.જે આગામી સમયમાં વિસ્ફોટ બનીને બહાર તો નવાઈ નહી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો