માતૃશ્રી એસ.બી.વી. ચાવડા સરસ્વતી હાઈસ્કૂલમાં ભારતીય માનક બ્યુરો, ભારત સરકાર દ્વારા સંચાલિત સ્ટાન્ડર્ડ ક્લબે ગુજરાત કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરી છે. શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ દેવડાના માર્ગદર્શન હેઠળ ક્લબનો મેન્ટર્સ અને શાળાના શિક્ષક રાજેશભાઈ બી. ભાટીયા તથા શાળાના વિદ્યાર્થી નિકુલ એન. પરમારે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. જે બદલ વિશ્વ માનક દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ સરસ્વતી શાળા પરિવાર અને રાજપૂત કેળવણી સહાયક મંડળ હર્ષની લાગણી અનુભવી રહ્યું છે.
