અમીરગઢ નજીક રાજસ્થાનના વાસડા બ્રિજ પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને બે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે ટ્રેલર અને ટેન્કર વચ્ચે ફસાયેલા ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવા માટે એનએચઆઈટી અને સ્થાનિક પોલીસને ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને એનએચઆઈટી અને રાજસ્થાન પોલીસે સઘન પ્રયાસો બાદ ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં સ્વરૂપગંજ આરપીવી ટીમ, એમ્યુલન્સનો સ્ટાફ અને ગુજરાતની ખેમાણા આરપીવી ટીમ સહિત અનેક લોકો સામેલ થયા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: